Saturday, December 3, 2011

ના આવડ્યું

કોઈના અંગત થતા ના આવડ્યું,
સ્વપ્નમાં પણ જાગતા ના આવડ્યું.

સાંજ પડતા, એ જ રસ્તો એ જ ઘર,
તો ય ત્યાં પાછા જતા ના આવડ્યું.

જિન્દગીભર નામ જે રટતા રહ્યા,
અંતમાં ઉચ્ચારતા ના આવડ્યું.

જે પળેપળ હોય છે હાજર સતત,
સાથ એનો પામતા ના આવડ્યું.

નીકળ્યો પગમાંથી જે મરજી મુજબ
એ જ રસ્તે ચાલતા ના આવડ્યું.

એટલે કેદી રહ્યા કાયમ અમે
ક્યાંય કાચું કાપતા ના આવડ્યું.

છે બધું પણ કૈં નથી ‘આકાશ’માં,
ભાગ્યને અજમાવતા ના આવડ્યું.

“બદનામ” કેમ થવાય

આવ તને મારા દીલની રાણી હું બનાવુ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

તારા માટે નાનકડો તાજમહેલ હું બનાવુ,
સૌંદર્ય રસ તારો ભરેલી કવિતા હું સંભળાવુ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

તારી ઝૂલ્ફોના વાદળમા ખોવાઈ હું જાઉ,
તારા ખોળામા માથુ મૂકી સમય વિતાઉ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

તારી કાચ જેવી કેડે કંદોરો હું પહેરાવુ,
તારા તનના ક્ષિતિજે સુરજ હું પ્રગટાવુ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

તારી આંખોમા પ્રતિબિંબ મારુ સજાવુ,
અધરોના મિલન ને શુ કામ હું અટકાવુ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

તારા સ્વાસની હૂંફને સ્પર્શતો હું જાઉ,
‘ના’ તારી દરેક, ‘હા’ મા હું પલટાઉ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

લેતી-દેતી દુનિયાની અભરાઈએ હું ચડાઉ,
તુ મારી,ને હું તારો,મનમા બસ એજ વાત ઠસાઉ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

તારા મિલન કાજે ફીકર નથી કંઈપણ હું ગુમાવુ,
તારો સાથ મળે તો નવી દુનિયા હું વસાવુ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ.”

Friday, December 2, 2011

તોલી શક્યા નહી

દિલનાં દર્દને અશ્રુથી તોલી શક્યા નહીં,
હૈયું પરસ્પર આપણે ખોલી શક્યા નહીં;

જાલિમ જમાનો બેઉની વચ્ચે હતો એથી,
સામે મળ્યા ને કાંઈ પણ બોલી શક્યા નહીં.”

તમને સમય નથી અને મારો સમય નથી,
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી.

રોકી રહી છે તમને તમારી શરમ અને,
મારા સિવાય મારે બીજો કોઈ ભય નથી.

વિસરી જવું એ વાત મારા હાથ બહાર છે,
ને યાદ રાખવું એ તમારો વિષય નથી.

હું ઈંતિજારમાં અને તમે હો વિચારમાં,
એતો છે શરૂઆત કંઈ આખર પ્રલય નથી.

તમે પાંપણને પલકારે…

તમે પાંપણને પલકારે વાત કહી કઇ,
મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઇ.

તમે પાંપણને પલકારે…

આમ મેળો ને મેળાની કેવી મરજાદ,
હોઠ ખુલે ના તોયે રહે સંભળાતો સાદ,
કોઈ લહેરખી મજાની જાણે સાથ રહી ગઇ,
મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઇ.

તમે પાંપણને પલકારે…

આભાથીયે ઝાઝેરો આભનો ઉઘાડ,
એમાં થોડો મલકાટ થોડું છાનું છાનું લાડ,
તોયે ભીને રૂમાલ એક ભાત લઇ ગઇ,
મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઇ.

“બદનામ”

આવ તને મારા દીલની રાણી હું બનાવુ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

તારા માટે નાનકડો તાજમહેલ હું બનાવુ,
સૌંદર્ય રસ તારો ભરેલી કવિતા હું સંભળાવુ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

તારી ઝૂલ્ફોના વાદળમા ખોવાઈ હું જાઉ,
તારા ખોળામા માથુ મૂકી સમય વિતાઉ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

તારી કાચ જેવી કેડે કંદોરો હું પહેરાવુ,
તારા તનના ક્ષિતિજે સુરજ હું પ્રગટાવુ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

તારી આંખોમા પ્રતિબિંબ મારુ સજાવુ,
અધરોના મિલન ને શુ કામ હું અટકાવુ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

તારા સ્વાસની હૂંફને સ્પર્શતો હું જાઉ,
‘ના’ તારી દરેક, ‘હા’ મા હું પલટાઉ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

લેતી-દેતી દુનિયાની અભરાઈએ હું ચડાઉ,
તુ મારી,ને હું તારો,મનમા બસ એજ વાત ઠસાઉ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

તારા મિલન કાજે ફીકર નથી કંઈપણ હું ગુમાવુ,
તારો સાથ મળે તો નવી દુનિયા હું વસાવુ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ.”

Wednesday, November 30, 2011

હજી તો વાર છે

મતલબી આ આખુયે સંસાર છે
જે હતાં દુશ્મન હવે તે યાર છે
રાહ જોવી કેટલી સુખની હવે જ્યાં
દિવસ આ જિંદગી નાં ચાર છે
મેળવે છે કંટકો માણસ અહીં
લાસ ને તો ફૂલ નો સણગાર છે
કે, શરાબી ના ગણે દુનિયા મને
એ તો મારા દરદ નો ઉપચાર છે
જે વહે છે આંખમાંથી આંસુઓ
પીઠ ની પાછળ ના એ તો વાર છે
નીકળ્યો તો હું કબર ને ખોદવા
માલિકે કહ્યું હજી તો વાર છે

આ ગઝલ 'સાહેબ' ની રચના નથી?
જોવું પડશે કોણ આ લખનાર છે.

Friday, November 25, 2011

ઘરથી કબર સુધી

સપના રૂપેય આપ ન આવો નજર સુધી;
ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી.

મારા હ્રદયને પગ તળે કચડો નહીં તમે,
કે ત્યાંના માર્ગ જાય છે ઈશ્વરના ઘર સુધી.

શ્રદ્ધાની હો સુવાસ, પ્રતિક્ષાનો રંગ હો,
એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી.

આંખોમાં આવતાં જ એ વરસાદ થઈ ગયાં,
આશાનાં ઝાંઝવાં જે રહ્યા’તાં નજર સુધી.

મૈત્રીનાં વર્તુળોમાં જનારાની ખેર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.

ઉપકાર મુજ ઉપર છે જુદાઈની આગનો,
એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી.

મંજિલ અમારી ખાકમાં મળતી ગઈ સદા,
ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી.

‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

Tuesday, November 1, 2011

તને શું મળ્યું ?

તને પ્રેમ કરીને મને શું મળ્યું ?
અને મને તરછોડીને તને શું મળ્યું?

સુંવાળા સંબંધોની શરૂઆતમાં જ ,
આમ અંત આણીને તને શું મળ્યું?

હંમેશ સંભળાતુ હતુ તારા તરફથી
કે કરુ છુ પ્રેમ તને અનહદ..
તો આમ અચાનક મૌન સેવીને તને શું મળ્યું?

જિંદગી તો આજે છે ને કાલે નથી
પણ મને જીવતા જીવ આમ મૌત આપીને તને શું મળ્યું?

ઠીક છે દોસ્ત ખૂશ રહે તુ તારી રઇશી માં
પણ અકાળે મને આવું દુખ આપીને તને શું મળ્યું ?

લાશ બનવા તૈયાર છુ

ના તને ખબર પડી ના તને ખબર પડી
કે હુ પ્રેમ મા પડયો કે તુ પ્રેમ મા પડી
કારણ કઈ નહી બે આંખ લડી
કા હુ પ્રેમ મા પડયો કે તુ પ્રેમ મા પડી

તારી આંખોની પ્યાસ બનાવા તૈયાર છૂ
તારા હર્દય ના સ્વાશ બનવા તૈયાર છુ
તુ જો આવી ને સજીવન કરે મને
તો હરરોજ લાશ બનવા તૈયાર
છુ

વગોવાઇ જાશે

પ્રણયમા જવાની નિચોવાઇ જાશે
હવે હસતાં હસતાં ય રોવાઇ જાશે.

ન રહેશે હવે હાથ હૈયું ન રહેશે,
એ મોતી નથી કે પરોવાઇ જાશે.

નયન સાથ રમવા ન એને જવાદો
હ્રદય સાવ બાળક છે ખોવાઇ જાશે.

મરણને કહો પગ ઉપાડે ઝડપથી,
નહીં તો હવે શ્વાસ ઠોવાઇ જાશે.

સિધાવો, ન ચિંતા કરો આપ એની !
કાંઇ કામમાં મન પરોવાઇ જાશે.

કદી દાનની વાત ઉચ્ચારશો મા
કર્યું કારવ્યું નહી તો ધોવાઇ જાશે.

નિહાળ્યા કરો જે કંઇ થાય છે તે
વિચારો નહિં, મન વલોવાઇ જાશે.

વગોવે ભલે મિત્રો ‘ઘાયલ’ વગોવે !
હતું નામ શું કે વગોવાઇ જાશે

Thursday, October 13, 2011

સમય જ સાચો પ્રયોગી

ઇંતેઝાર માં જ તો સાચી કસોટી હોય છે,
માણતા આવડે તો મજા અનોખી હોય છે,

હું અને તું પદાર્થ માત્ર છીએ એના માટે,
હંમેશા સમય જ સાચો પ્રયોગી હોય છે....

સાચો પ્રેમ હોય તો શરત લગાવી દેવી,
આંસુ નથી પડ્યા એ વાત ખોટી હોય છે....

એમની નિંદા જ મહાનતા તરફ દોરી જશે,
આભારી છું જે કોઇ મારા વિરોધી હોય છે....

બહુ તૈયારી સાથે મને આપવા બેસજે ખુદા,
મારી માંગણી અન્યો થી થોડી મોંઘી હોય છે....!!!!