Monday, February 6, 2012

તારા સ્મિત માં

ફૂલો નો નિચોડ છે તારા સ્મિત માં,
એક નશો બેજોડ છે તારા સ્મિત માં....

કોઇ પણ સમસ્યા કેમ ન લઇ આવું,
હર એક ના તોડ છે તારા સ્મિત માં....

રોજેરોજ એમાં ભૂલો પડી જાઉં છું,
આવા કેટલા મોડ છે તારા સ્મિત માં....?

જ્યાં એક પૂરું કરતા જન્મો લાગે,
એવા અગણિત કોડ છે તારા સ્મિત માં...