Wednesday, November 30, 2011

હજી તો વાર છે

મતલબી આ આખુયે સંસાર છે
જે હતાં દુશ્મન હવે તે યાર છે
રાહ જોવી કેટલી સુખની હવે જ્યાં
દિવસ આ જિંદગી નાં ચાર છે
મેળવે છે કંટકો માણસ અહીં
લાસ ને તો ફૂલ નો સણગાર છે
કે, શરાબી ના ગણે દુનિયા મને
એ તો મારા દરદ નો ઉપચાર છે
જે વહે છે આંખમાંથી આંસુઓ
પીઠ ની પાછળ ના એ તો વાર છે
નીકળ્યો તો હું કબર ને ખોદવા
માલિકે કહ્યું હજી તો વાર છે

આ ગઝલ 'સાહેબ' ની રચના નથી?
જોવું પડશે કોણ આ લખનાર છે.

No comments:

Post a Comment